Pages

Thursday, May 4, 2017

પત્રકારો સામે ડફેરોએ હૈયાવરાળ ઠાલવી...


મને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો અને ધમકાવવામાં આવ્યો અને બંદૂક રજૂ કરવા કહ્યું જે બંદૂક મે કોઈ ગુનો કરવા માટે વાપરી હતી.સુરેન્દ્રનગરનાં વઢવાણ તાલુકાના નગરા ગામનાં હમીરભા ડફેરને પોલીસે એવો ગુનો કબૂલ કરાવવા માટે દબાણ કર્યું હતું જે ગુનો તેમણે કર્યો જ નહતો અને જે ગુનો કર્યો નથી તે ગુનામાં વાપરવામાં આવેલ બંદૂક રજૂ કરવા માટે તેમને ધમકાવવામાં આવ્યા હતા.

મારા દિકરા સત્તાર પર પોલીસે ખોટી લૂંટનો ગુનો દાખલ કરીને તેને જેલમાં પુરી દીધો છે મારે ત્રણ દિકરા છે જેમાથી બે છોકરાઓની પત્નિઓ છે. મને ડાયાબિટીસની બિમારી છે અને તેના લીધે પગમાં ગેંગરીન થઈ જવાથી એક પગ કપાવવો પડ્યો છે. ગામની સીમમાં રહીને ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ હવે આવી હેરાનગતીને લીધે એક ગામથી બીજા ગામ ભટકવું પડે છે અને દરેક જગ્યાએ નવેસથી બધુ શરું કરવું કાઠુ પડી જાય છે.અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તાલુકાનાં કાળુભાઈનાં દિકરાને ખોટી લૂંટનાં કેસમાં જેલમાં પૂરી દેવામાં આવ્યો છે અને આ પ્રકારના પોલીસના ત્રાસ અને બીકને લીધે કાળુભાઈ એક ગામથી બીજા ગામ ભટકતા અને છુપાતા ફરવું પડે છે.

મારા ઘરવાળાને પોલીસ ખોટા કેસમાં ઘરેથી પકડીને લઈ ગઈ હતી ત્યારે મારી છોકરીને મહિના ચાલતા હતા અને જ્યારે મારા ઘરવાળાને છોડી મુક્યા અને જ્યારે ઘરે આવ્યા ત્યારે મારી છોકરી બેભાન હાલતમાં હતી.સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકાના ગોરખવાડા ગામના ફાતિમાબેનના ચહેરા પર જ તેમની પરિસ્થિતિનો અંદાજ આવી જાય છે કે તેમની સાથે પોલીસના અત્યાચારને કારણે તેમનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે.

આવા અનેક કિસ્સાઓ ડફેર સમુદાયોમાં ધરબાયેલા જોવા મળે છે તેમ છતાં તેમની પરિસ્થિતિ પર કોઈ ધ્યાન નથી આપતું. સમાજ આજે પણ તેમને સ્વીકારવામાં નનયૌ ભરે છે. VSSM દ્વારા યોજવામાં આવેલ વણ સાંભળેલી વાતકાર્યક્રમમાં ડફેરોએ પોતાની હૈયાવરાળ મિડીયા સામે ઠાલવી હતી.
અમદાવાદ મિરર 23 એપ્રિલ 2017

No comments:

Post a Comment